Post Details

અતુલ બેકરીને રાઈઝિંગ સ્ટાર્સ નેશનલ એવોર્ડ એનાયત

News of Monday, 24th January 2022 રાજકોટઃ ટ્રેડ પ્રમોશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (TPCI) દ્વારા આપવામાં આવેલ રાઇઝિંગ સ્ટાર્સ ઇર્મજિંગ F&B બ્રાન્ડ એવોર્ડ જીતીને ગુજરાત સ્થિત અતુલ બેકરીએ તેની કેપમાં વધુ એક પીંછું ઉમેર્યું છે. ભારત સરકારના MSME મંત્રી નારાયણ રાણેની હાજરીમાં દિલ્હીમાં આયોજિત MSME એકસ્પોર્ટ એકસેલન્સ એવોર્ડ સમારોહ ૨૦૨૨માં અતુલ બેકરીના સ્થાપક અતુલ વેકરિયાને આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.